ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 6, 2024 2:15 પી એમ(PM) | કેન્દ્રીય આરોગ્ય મંત્રી

printer

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડા આવતીકાલે હરિયાણાના પંચકુલાથી ક્ષય રોગ અંગે 100-દિવસીય સઘન અભિયાન શરૂ કરશે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડા આવતીકાલે હરિયાણાના પંચકુલાથી ક્ષય રોગ અંગે 100-દિવસીય સઘન અભિયાન શરૂ કરશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રાષ્ટ્રીય ક્ષય નાબૂદી કાર્યક્રમ (NTEP) હેઠળ, ક્ષય રોગ (ટીબી) ની ઘટનાઓ અને મૃત્યુદરના પડકારોને પહોંચી વળવા સમગ્ર દેશમાં આ અભિયાન હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમમાં હરિયાણાના મુખ્યમંત્રી અને હરિયાણાના આરોગ્ય મંત્રી આરતી સિંહ રાવ પણ હાજર રહેશે.
ક્ષય રોગ અંગેની આ પહેલ 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 347 જિલ્લાઓમાં લાગુ કરવામાં આવશે.
100-દિવસની ઝુંબેશનો મુખ્ય ઉદેશ્ય ટીબીનો દર, નિદાન થયેલા કેસો, ટીબીને લીધે થતાં મૃત્યુનો દર સુધારવાનો છે. આ ઉપરાંત આ ઝુંબેશ અંતર્ગત દર્દીઓમાં ટીબીના અદ્યતન નિદાનના ઉપયોગમાં વધારો, તેમજ વધુ જોખમ ધરાવતા દર્દીઓ માટે વિશેષ સંભાળ અને વિસ્તૃત પોષણ સહાયની પણ જોગવાઈ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.