કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ દેશની આરોગ્ય માળખાકીય સુવિધામાં વધારો થયો છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની આજે છઠ્ઠી વર્ષગાંઠે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી નડ્ડાએ જણાવ્યું હતું કે, દેશનાં તમામ નાગરિકો માટે આરોગ્યની પ્રતિબદ્ધતા સાથે સરકારે વિશ્વની સૌથી મોટી નિઃશુલ્ક આરોગ્ય વીમા યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરી છે. તેમણે જણાવ્યું કે, સરકાર ગર્ભાશયના કેન્સરનાં વહેલા નિદાન અને સારવાર માટે મોટાપાયે અને સસ્તા દરમાં રાષ્ટ્રવ્યાપી ગર્ભાશય કેન્સરની તપાસનો કાર્યક્રમ ચલાવી રહી છે.
શ્રી નડ્ડાએ જણાવ્યું કે, તમામ નાગરિકોને આવશ્યક આરોગ્ય સંભાળ સુવિધા સુનિશ્ચિત કરવા દેશભરમાં પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં સસ્તા દરની, ઉચ્ચ ગુણવત્તા ધરાવતી દવાઓ પૂરી પાડવામાં આવે છે.
Site Admin | સપ્ટેમ્બર 23, 2024 2:14 પી એમ(PM)
કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ દેશની આરોગ્ય માળખાકીય સુવિધામાં વધારો થયો છે
