કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ કહ્યું, વસ્તુ અને સેવા કર- GST સુધારાઓથી આરોગ્ય સેવાના ખર્ચમાં ઘટાડો થશે અને લોકોનું જીવન વધુ સરળ બનશે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી નડ્ડાએ કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગામી પેઢીના GST સુધારા આર્થિક રીતે નબળા લોકો અને મધ્યમ વર્ગ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
શ્રી નડ્ડાએ કહ્યું, કર્કરોગ અને દુર્લભ બીમારીઓની સારવાર સહિત 36 જીવનરક્ષક દવાઓ પર GST શૂન્ય ટકા કરાયો છે. તેમણે કહ્યું, આરોગ્ય અને જીવન વીમાને GSTમાંથી મુક્તિ અપાઈ છે. દવાઓ, ચિકિત્સા ઉપકરણો અને નિદાન વિજ્ઞાન પર પણ GST ઘટાડાયો છે. શ્રી નડ્ડાએ કહ્યું, આ નિર્ણય તમામ લોકો માટે રાહત દરે આરોગ્ય સેવાની દિશામાં મોટું પગલું છે.
જીએસટી ઘટાડાના નિર્ણયને સામાન્ય નાગરિકોએ આવકાર્યો.
Site Admin | સપ્ટેમ્બર 4, 2025 2:15 પી એમ(PM)
કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ કહ્યું, વસ્તુ અને સેવા કર સુધારાઓથી આરોગ્ય સેવાના ખર્ચમાં ઘટાડો થશે અને લોકોનું જીવન વધુ સરળ બનશે.
