ફેબ્રુવારી 10, 2025 7:48 પી એમ(PM)

printer

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ ગાંધીનગર ખાતે વર્ચ્યુઅ લરીતે હાથીપગા રોગ’ને નાબૂદ કરવા માટેના સામૂહિક દવા વિતરણ કાર્યક્રમનું લોન્ચિંગ કર્યું

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ ગાંધીનગર ખાતે વર્ચ્યુઅ લરીતે હાથીપગા રોગ’ને નાબૂદ કરવા માટેના સામૂહિક દવા વિતરણ કાર્યક્રમનું લોન્ચિંગ કર્યું. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના નેત્રંગ, નાંદોદ, ડેડીયાપાડા અને વઘઈ એમ ચાર તાલુકાઓમાં અંદાજે 5 લાખ 46 હજાર નાગરિકોને સામૂહિક દવા વિતરણ કરાશે. જ્યારે, બે વર્ષથી નાના બાળકો, સગર્ભા મહિલા, અતિશય બિમાર વ્યક્તિ અને પ્રસૂતિના એક અઠવાડિયા સુધીની ધાત્રી માતાઓને આ દવા ગળાવામાં આવશે નહિ.આ અભિયાન અંતર્ગત ૧૨ ફેબ્રુઆરી દરમિયાન 776 આંગણવાડી, 748 શાળાઓ અને 13 જેટલી મહાવિદ્યાલયમાં આરોગ્યકાર્યકરોની 610 ટીમો દ્વારા બાળકોને દવા રૂબરૂમાં ગળાવવામાં આવશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.