ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 18, 2025 8:10 પી એમ(PM)

printer

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ઇન્ડિયા ઇનોવેશન સમિટ – ટીબી નાબૂદ કરવા માટેના અગ્રણી ઉકેલોનું ઉદ્ઘાટન કર્યું.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ઇન્ડિયા ઇનોવેશન સમિટ – ટીબી નાબૂદ કરવા માટેના અગ્રણી ઉકેલોનું ઉદ્ઘાટન કર્યું.
આ સમિટનો ઉદ્દેશ્ય 2025 સુધીમાં ટીબી નાબૂદી તરફ ભારતની પ્રગતિને વેગ આપવાનો છે. સભાને સંબોધતા, તેમણે જણાવ્યું કે, ભારતે ટીબી નાબૂદ કરવા માટે બહુ-ક્ષેત્રીય, નવીનતા-સંચાલિત અભિગમ અપનાવ્યો છે. તેમણે ઉમેર્યું કે, ટીબીથી થતા મૃત્યુના કેસોમાં 21.4 ટકાનો ઘટાડો થયો છે, જે 2015માં પ્રતિ લાખ વસ્તી દીઠ 28 હતા, તે 2023 માં પ્રતિ લાખ વસ્તી દીઠ 22 થયા છે.
નીતિ આયોગના સભ્ય ડૉ. વી. કે. પોલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, આ કાર્યક્રમ ટીબી નાબૂદીના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે નવીનતા-આધારિત પ્રયાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.