કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી. નડ્ડાએ જણાવ્યું કે, ચાલુ વર્ષે દેશમાંથી ક્ષય રોગ નાબૂદ કરવા માટેના તમામ પ્રયાસો ચાલી રહ્યા છે. તેમણે કહ્યું,વિશ્વમાંથી 2030 સુધીમાં ક્ષય રોગ નાબૂદ કરવાનો લક્ષ્યાંક છે, પરંતુ ભારતમાં જે રીતે કામગીરી થઈ રહી છે. તે જોતાં આ વર્ષમાં ક્ષય રોગ નાબૂદ થવાની શક્યતા છે.આજે ઓડિશાના પુરીમાં ભારતમાં જાહેર આરોગ્ય સંભાળ વ્યવસ્થામાં સારી પદ્ધતિઓ અને નવીનતા પર 9મી રાષ્ટ્રીય શિખર પરિષદનું ઉદ્ઘાટન કરતા તેઓ બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે તેમનું મંત્રાલય કેન્સરના દર્દીઓ માટે દેશના દરેક જિલ્લામાં ડે કેર સેન્ટર ખોલવાનું વિચારી રહ્યું છે જ્યાં શોધના 30 દિવસની અંદર સારવાર આપી શકાય. બે દિવસીય પરિષદમાં ઓડિશાના મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી સહિત આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને વિવિધ
રાજ્યોના આરોગ્ય સચિવો હાજરી આપી રહ્યા છે.
Site Admin | ફેબ્રુવારી 28, 2025 2:03 પી એમ(PM)
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી. નડ્ડાએ જણાવ્યું કે, ચાલુ વર્ષે દેશમાંથી ક્ષય રોગ નાબૂદ કરવા માટેના તમામ પ્રયાસો ચાલી રહ્યા છે