જુલાઇ 12, 2025 7:13 પી એમ(PM)

printer

કેન્દ્રીય આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવે કહ્યું- આયુર્વેદને આજે સમગ્ર વિશ્વ અપનાવી રહ્યું છે

કેન્દ્રીય આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવે કહ્યું, આયુર્વેદને આજેસમગ્ર વિશ્વ અપનાવી રહ્યું છે. જામનગરમાં આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થા-ITRAના પ્રથમ પદવીદાન સમારોહમાં શ્રી જાધવે આ મુજબ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે સમગ્ર વિશ્વમાં આપણી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિના પ્રચાર પ્રસારમાં ઇટ્રાનું મહત્વનું યોગદાન છે.

આ સમારોહમાં એમ.ડી./એમ.એસ.ના 143 તબીબી વિદ્યાર્થીઓ, એમ.ફાર્મ આયુર્વેદના 35, ડિપ્લોમાઆયુર્વેદ ફાર્મસીના 33, ડિપ્લોમા નેચરોપેથીના 18 સહિત કુલ 234 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી. શ્રી જાધવે આઇ.ટી.આર.એ.ની મુલાકાત દરમિયાન વિવિધ વિભાગો અને હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.