કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ જણાવ્યું કે કેન્દ્રીય અંદાજપત્ર 2025-26માં મહિલા કલ્યાણ માટે 4 લાખ કરોડ રૂપિયાથી વધુની ફાળવણી કરાઇ છે, જે ગત વર્ષ કરતા 37 ટકાથી વધુનો વધારો દર્શાવે છે. આજે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા મંત્રીએ જણાવ્યું કે મહિલા ઉદ્યોગસાહસિકો દેશની આર્થિક પ્રગતિ પાછળનું પ્રેરક બળ છે. તેમણે ભાર મૂક્યો કે જાતિ આધારિત બજેટ હવે કુલ બજેટના 8.86 ટકા છે, જે નાણાકીય વર્ષ 2024-25માં 6.8 ટકાથી વધુ છે. કેન્દ્રીય મંત્રીએ 7મા પોષણ પખવાડિયાની પણ જાહેરાત કરી, જે આ વર્ષે 18 માર્ચથી 2 એપ્રિલ સુધી યોજાશે.
Site Admin | ફેબ્રુવારી 11, 2025 7:32 પી એમ(PM) | કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી
કેન્દ્રીય અંદાજપત્ર 2025-26માં મહિલા કલ્યાણ માટે 4 લાખ કરોડ રૂપિયાથી વધુની ફાળવણી કરાઇ :કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી
