કેન્દ્રીય અંદાજપત્ર વર્ષ 2026-27 આગામી મહિનાની પહેલી તારીખે, રવિવારે લોકસભામાં રજૂ કરવામાં આવશે. સંસદનું અંદાજપત્ર સત્ર આ મહિનાની 28મી તારીખથી શરૂ થશે અને 2 એપ્રિલ સુધી ચાલશે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે ગૃહમાં બજેટ રજૂ કરવાની શરૂઆત પહેલી ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે થશે.
અગાઉ, સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે અંદાજપત્ર સત્રનો પ્રથમ તબક્કો, જે 28 જાન્યુઆરીથી શરૂ થશે અને 13 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે, અને બીજા તબક્કો 9 માર્ચે ફરી શરૂ થશે અને 2 એપ્રિલ સુધી ચાલુ રહેશે.
Site Admin | જાન્યુઆરી 12, 2026 8:19 પી એમ(PM)
કેન્દ્રીય અંદાજપત્ર વર્ષ 2026-27 આગામી મહિનાની પહેલી તારીખે, રવિવારે લોકસભામાં રજૂ કરાશે.