કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે સરકાર મૂડી ખર્ચ અને મૂડી સંપત્તિ બનાવવા માટે 99 ટકા ઋણનો ઉપયોગ કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે અસરકારક મૂડી ખર્ચ 4.3 ટકા છે અને રાજકોષીય ખાધ GDP ના 4.4 ટકા છે, જે દર્શાવે છે કે સરકાર અસરકારક મૂડી ખર્ચને ભંડોળ પૂરું પાડવા અને મૂડી સંપત્તિ બનાવવા માટે તમામ ઉધાર લીધેલા સંસાધનોનો ઉપયોગ કરી રહી છે. મંત્રીએ લોકસભામાં કેન્દ્રીય અંદાજ પત્ર પર ચર્ચાનો જવાબ આપતાં આમ જણાવ્યું. તેમણે ઉમેર્યું કે કેન્દ્રીય અંદાજ પત્ર 2025-26 રાષ્ટ્રીય વિકાસ જરૂરિયાતોને નાણાકીય પ્રાથમિકતાઓ સાથે સંતુલિત કરે છે. તેમણે કહ્યું હતું કે અંદાજપત્ર 2025-26 વૈશ્વિક મેક્રોઇકોનોમિક વાતાવરણમાં ભારે અનિશ્ચિતતાઓ અને ફેરફારોના સમયે આવ્યું છે. શ્રીમતી સીતારમણે કહ્યું કે ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બનવાનું ચાલુ રાખશે.
Site Admin | ફેબ્રુવારી 11, 2025 7:38 પી એમ(PM) | કેન્દ્રીય નાણાંમંત્રી
કેન્દ્રીય અંદાજપત્ર રાષ્ટ્રીય વિકાસ જરૂરિયાતોને નાણાકીય પ્રાથમિકતાઓ સાથે સંતુલિત કરતું હોવાનું જણાવતા કેન્દ્રીય નાણાંમંત્રી
