ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 11, 2024 1:48 પી એમ(PM) | army conference | gangtok | Indian Army | rajnathsingh | Sikkim

printer

કેન્દ્રીયમંત્રી રાજનાથસિંહ સિક્કિમમાં આર્મી કમાન્ડર્સ કૉન્ફરન્સમાં ભાગ લેશે

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ બે દિવસની સિક્કિમ મુલાકાત પહોંચ્યા છે. તેઓ ગેંગટોક ખાતે આયોજીત આર્મિ કમાન્ડર્સ કૉન્ફરન્સમાં ભાગ લેશે. ગેંગટોકમાં યોજાયેલી આ પ્રકારની પહેલી કમાન્ડર કૉન્ફરેન્સ છે, જેમાં જટિલ સૈન્ય મુદ્દાઓ, તૈયારી, સૈન્ય કાર્યવાહી તેમજ સરહદીય મુદ્દાઓ અંગે ચર્ચા થશે.

આ બેઠક ઉચ્ચ કક્ષાના સૈન્ય અધિકારીઓ ભારતીય સેનાની કાર્યક્ષમતાઓને મજબૂત બનાવવાની દિશામાં વર્તમાન પડકારોની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. બેઠક દરમિયાન સંરક્ષણ મંત્રી સરંક્ષણ માર્ગ પ્રોજેક્ટ અને શહીદ સ્મારક સ્થળનું ઉદ્ઘાટન પણ કરશે.