હરિયાણાના ફરીદાબાદમાં આજે કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે 38મા સૂરજકુંડ આંતર-રાષ્ટ્રીય શિલ્પ મેળાનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે શ્રીશેખાવતે કહ્યું, આજે મહાકુંભ અને આ મેળા એમ બે મોટા ઐતિહાસિક આયોજનના માધ્યમથી ભારત વિશ્વનું ધ્યાન પોતાની તરફ આકર્ષી રહ્યું છે.શ્રી શેખાવતે ઉમેર્યું, શિલ્પકારોઅને કારીગરોની જૂની પરંપરાને દર્શાવતું આ મોટું મંચ છે. આ મેળો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને ચરિતાર્થ કરવાનું કામ કરી રહ્યો છે.
Site Admin | ફેબ્રુવારી 7, 2025 7:33 પી એમ(PM) | કેન્દ્રીયમંત્રી
કેન્દ્રીયમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું, મહાકુંભ અને સૂરજકુંડના શિલ્પ મેળાથી વિશ્વનુંધ્યાન ભારત તરફ આકર્ષાયું
