કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારતીય સંકેત ભાષા આધારીત 24 કલાક માટેની પીએમ-ઇ વિદ્યા ડીટીએચ ચેનલનો આજે શુભારંભ કરાવ્યો છે. શિક્ષણ મંત્રાલયની યાદી મુજબ આ ચેનલ સંકેત ભાષા અને વિવિધ વિષયોના શિક્ષણને પ્રોત્સાહન આપશે. આ ચેનલમાં વિદ્યાર્થીઓ શિક્ષકો, શિક્ષણવિદો અને લાગતાવળગતાઓ માટે વિવિધ સામગ્રી રજૂ કરાશે.
શ્રી પ્રધાને જણાવ્યું હતું કે, આ ચેનલ સમાજમાં સંદેશાવ્યવહાર પદ્ધતિને વધુ પ્રગતિશીલ અને સર્વસમાવેશક બનાવશે.
Site Admin | ડિસેમ્બર 6, 2024 7:34 પી એમ(PM) | કેન્દ્રિય શિક્ષણ મંત્રી
કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારતીય સંકેત ભાષા આધારીત 24 કલાક માટેની પીએમ-ઇ વિદ્યા ડીટીએચ ચેનલનો આજે શુભારંભ કરાવ્યો
