વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું, PM ગતિશક્તિએ લક્ષ્યાંકોની મોટાપાયાની યોજના બનાવવા અને તેમના વિસ્તૃત અમલીકરણ વચ્ચે સેતુનું કામ કર્યું છે. નવી દિલ્હીમાં PM ગતિશક્તિ રાષ્ટ્રીય મહા-આયોજનની ચોથી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં શ્રી ગોયલે કહ્યું, આ પહેલ સરકાર અને શાસનના દરેક ક્ષેત્રને આગળ વધારે છે. તેમણે કહ્યું, PM ગતિશક્તિ, સંકલિત યોજના અને ક્ષેત્ર આધારિત વિકાસના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણને સાકાર કરે છે.
શ્રી ગોયલે કહ્યું, વિકસિત ભારત 2047ના પ્રવાસમાં આ પહેલની ઘણી મોટી ભૂમિકા છે. રાષ્ટ્રીય વિકાસની વિવિધ તબક્કા પર આ પહેલની પરિવર્તનલક્ષી અસર અંગે તેમણે કહ્યું, આ પહેલ રાષ્ટ્રીય યોજનાના મજબૂત એકીકરણ પર ધ્યાન આપે છે. શ્રી ગોયલે ગત ચાર વર્ષમાં વિવિધ ક્ષેત્ર સુધી આ પહેલના વિસ્તરણનો પણ ઉલ્લેખ કર્યો. શ્રી ગોયલે PM ગતિશક્તિ જાહેર મંચ, PM ગતિશક્તિ ઑફશૉર, N.M.P. ડૅશબૉર્ડ સહિત PM ગતિશક્તિ હેઠળ અનેક પહેલનો પણ શુભારંભ કરાવ્યો.
Site Admin | ઓક્ટોબર 13, 2025 7:43 પી એમ(PM)
કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલે કહ્યું, PM ગતિશક્તિએ લક્ષ્યાંકોની મોટા પાયાની યોજના ઘડવા અને તેના અમલીકરણ વચ્ચે સેતુનું કામ કર્યું
