સપ્ટેમ્બર 23, 2025 9:31 એ એમ (AM)

printer

કેન્દ્રિય મંત્રી નિમુબેન બાંભણીયાએ પાલીતાણા ખાતે પોષણ ઉત્સવની ઘટક કક્ષાની ઉજવણી અને સુપોષણ જ્યોત પદયાત્રાનો પ્રારંભ કરાવ્યો

પાલીતાણા ખાતે ગઇકાલે કેન્દ્રિય મંત્રી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને પોષણ ઉત્સવની, ઘટક કક્ષાની ઉજવણી અને સુપોષણ જ્યોત પદયાત્રાનો પ્રારંભ કરાયો હતો.આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નિમુબેને જણાવ્યું કે, પોષણ માહ હવે કુપોષણ સામેની લડાઈનું જનઆંદોલન બની ગયું છે. દેશનાં બાળકો અને મહિલાઓને યોગ્ય પોષણ આપવું એ દેશની પ્રાથમિકતા છે‌, તેમ જણાવી તેમણે પોષણના મહત્વ અંગે પણ વિસ્તૃત સમજ આપી હતી.આ વેળાએ આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનોએ બનાવેલી વાનગીઓનું નિદર્શન રાખવામાં આવ્યું હતું. જેમાં વિવિધ પ્રકારની પોષણયુક્ત વાનગીઓ બનાવવામાં આવી હતી.કાર્યક્રમ બાદ સુપોષણ જ્યોત પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો‌ હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.