ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 16, 2025 2:06 પી એમ(PM)

printer

કેન્દ્રિય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ આજે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તબીબો સાથે સાયકલ ચલાવી

કેન્દ્રિય ખેલ અને યુવા મંત્રી ડો. મનસુખ માંડવિયાએ આજે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સન્ડે ઓન સાયકલ અંતર્ગત તબીબો સાથે સાયકલ ચલાવી ફિટ ઈન્ડિયાનું ઉદાહરણ પુરૂ પાડ્યું. આ સાથે જ અનેક લોકો પણ આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે સન્ડે ઓન સાયકલ એ આખા દેશમાં એક કલ્ચર બની ગયું છે. આજે 5 હજારથી વધારે જગ્યા પર આ કાર્યક્રમનુ આયોજન થઈ રહ્યું છે.
આ સાથે જ આજે શ્રી માંડવિયા નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે ફિટ ઇન્ડિયા કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. ત્રણ દિવસીય ફિટનેસ અને વેલનેસ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વધુ સ્વસ્થ અને સક્રિય જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો છે. આ કાર્યક્રમ દરમિયાન, દોરડા કૂદવા, ક્રિકેટ બોલિંગ, સ્થિર સાયકલિંગ અને પંજા લડાઈ જેવી રમતોનું આયોજન કરવામાં આવશે.
પ્રધાનમંત્રી દ્વારા મેદસ્વિતા દૂર કરવાના આહ્વાનને વધુ બળ આપવા માટે આ પણ કાર્યક્રમ વધુ અસરકારક સાબિત થઇ રહ્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ