ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

કેન્દ્રિય પ્રવાસન મંત્રાલયે આજે વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણીના ભાગરૂપે પર્યટનમિત્ર અને પર્યટનદીદી પ્રોજેક્ટનો આરંભ કર્યો

કેન્દ્રિય પ્રવાસન મંત્રાલયે આજે વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણીના ભાગરૂપે પર્યટનમિત્ર અને પર્યટનદીદી પ્રોજેક્ટનો આરંભ કર્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ દેશના પ્રવાસન સ્થળોની મુલાકાત લેનાર પ્રવાસીઓને વધુ સારી સુવિધા આપવાનો છે. આ પ્રોજેક્ટ હેઠળ યુવાનોને સંબંધિત સ્થળોની વિશ્વસનીય માહીતીથી વાકેફ કરાશે.
એવી જ રીતે તેમને જે તે પ્રવાસન સ્થળોએ હેરીટેજ વોક, હસ્તકળાની વિગતો, કુદરતી સૌંદર્યના સ્થળો અને પ્રવાસન માટે આવનારને હોમસ્ટેની સુવિધા જેવી પ્રવાસન ઉપયોગી માહીતી અને તાલીમ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગત 15મી ઓગષ્ટે આ પ્રોજેક્ટ હેઠળ આશરે 3 હજાર લોકોને ખાસ તાલીમ આપવામાં આવી હતી. અને પ્રાયોગિક પરિક્ષણમાં આ પ્રોજેક્ટનો અનુભવ સારો રહ્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.