જાન્યુઆરી 14, 2026 2:31 પી એમ(PM)

printer

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા – નારણપુરા વિસ્તારમાં પતંગ ચગાવી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસના બીજા દિવસે આજે સવારે અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં દર્શનાર્થે પહોંચ્યા હતા. મંદિર પરિસરમાં તેમણે ગૌપૂજન પણ કર્યું હતું. ત્યારબાદ શ્રી શાહે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બૉર્ડની રિડેવલપમેન્ટ યોજના હેઠળ સૂર્યા ઍપાર્ટમેન્ટ વિભાગ-2નું ભૂમિપૂજન કર્યું હતું.
ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રીએ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ઉત્તરાયણ નિમિત્તે પરિવાર અને કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો. હવે તેઓ બપોરે અખબારનગરના આસ્થા ઑપલમાં અને નવા વાડજના અભિષેક ઍપાર્ટમેન્ટમાં પતંગોત્સવની ઉજવણીમાં જોડાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.