ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 17, 2024 7:36 પી એમ(PM)

printer

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે મણીપુરના વરિષ્ઠ અધિકારીઓ સાથે આજે દિલ્હીમાં ખાસ બેઠકમાં મણીપુરની સલામતીની પરિસ્થિતિની સમીક્ષા કરી છે

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે મણીપુરના વરિષ્ઠ અધિકારીઓ સાથે આજે દિલ્હીમાં ખાસ બેઠકમાં મણીપુરની સલામતીની પરિસ્થિતિની સમીક્ષા કરી છે.
સુત્રોના જણાવ્યા મુજબ શ્રી શાહ આવતીકાલે પણ આ મુદેૃ બેઠક યોજશે. દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રાલયે મણીપુરમાં કાયદો અને વ્યવસ્થાની તેમજ શાંતીની સ્થાપના માટે જરૂરી પગલાં લેવા ગઇકાલે સલામતી દળોને નિર્દેશ આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, મણીપુરના અગત્યના કેસોની તપાસ અસરકારક રીતે થઇ શકે તે માટે આ કેશોની તપાસ રાષ્ટ્રીય તપાસ સંસ્થા –એનઆઇએ ને સોંપવામાં આવી છે.