નવેમ્બર 2, 2024 9:13 એ એમ (AM)

printer

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ગઈકાલે ગાંધીનગર ખાતે સરકારી ગ્રંથાલયના ગ્રંથપાલો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ગઈકાલે ગાંધીનગર ખાતે સરકારી ગ્રંથાલયના ગ્રંથપાલો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો હેતુ ગ્રંથાલયના ઉત્કર્ષ, નવીનીકરણ અને વાંચન સંસ્કૃતિના વિકાસ અંગે વિચાર વિમર્શ કરવાનો હતો.
આ પ્રસંગે શ્રી શાહે કહ્યું કે, વ્યક્તિના બૌધ્ધિક વિકાસમાં પુસ્તકો ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. ભવિષ્યની પેઢીના સર્જન માટે પુસ્તકાલય ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. તેમણે પુસ્તકાલયોનો સમૃધ્ધ બનાવવા તથા વાંચનને વ્યાપક બનાવવા કાર્ય યોજના ઘડવા સૌને અનુરોધ કર્યો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.