કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. આવતીકાલે સવારે તેઓ બોટાદના સાળંગપુરના પ્રસિધ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું ઉદઘાટન કરશે. 200 કરોડ રૂપિયાનાં ખર્ચે બનેલા આ ભવનમાં અત્યાધુનિક સુવિધા ધરાવતા 1100 રૂમ બનાવવામાં આવ્યા છે.
શુક્રવારે શ્રી શાહ પિરાણા વેસ્ટ ડમ્પિંગ સાઇટ ખાતે રાજ્યના સૌથી મોટા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કરશે. 375 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલો આ પ્લાન્ટ દૈનિક 1 હજાર મેટ્રિક ટન ઘન કચરામાંથી 15 મેગા વૉટ ઊર્જા ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. આ પ્લાન્ટથી પિરાણા ખાતે થતું પ્રદૂષણ ઓછું થશે.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, અમદાવાદના મેયર પ્રતિભા જૈન સહિતના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
Site Admin | ઓક્ટોબર 30, 2024 7:39 પી એમ(PM)
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી ગુજરાતના બે દિવસના પ્રવાસે
