કેન્દ્રશાસિત પ્રદેશ દીવના કિલ્લામાં ફરવા માટે પર્યટકોએ ચાર્જ ચૂકવવો પડશે. 15 વર્ષથી ઓછી વયના બાળકોએ 75 રૂપિયા, 15 વર્ષથી વધુ વયના એ 100 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે વિદેશી પર્યટકો 200 રૂપિયા ચૂકવી કિલ્લામાં ફરી શકશે. ઉલ્લેખનીય છે કે દીવના આ કિલ્લામાં ફરવા તથા પોર્ટુગલ શાસન દરમિયાનની અનેક સ્મૃતિઓ લોકો નિ:શુલ્ક નિહાળી રહ્યા હતા. હવે આગામી સોમવારથી ચાર્જ ચૂકવી કિલ્લામાં ફરી શકાશે.
Site Admin | માર્ચ 24, 2025 3:22 પી એમ(PM)
કેન્દ્રશાસિત પ્રદેશ દીવના કિલ્લામાં ફરવા માટે પર્યટકોએ ચાર્જ ચૂકવવો પડશે
