જાન્યુઆરી 5, 2026 7:03 પી એમ(PM)

printer

કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં ખેલો ઈન્ડિયા બીચ ગેમ્સનો આજથી રંગારંગ પ્રારંભ.

કેન્દ્રશાસિત પ્રદેશ દિવના ઘોઘલા ખાતે આજથી ખેલો ઈન્ડિયા બીચ ગેમ્સનો પ્રારંભ થયો. આગામી દસ તારીખ સુધી યોજાનારી આ સ્પર્ધામાં બીચ વોલીબોલ, બીચ સોકર, બીચ કબડ્ડી, અને મલ્લખમ સહિતની રમત રમાશે. પ્રથમ છ ચંદ્રક વિભાગ હશે, જેમાં કુલ 32 સુવર્ણ ચંદ્રક માટે સ્પર્ધા થશે.
રમતના પ્રારંભિક સમારોહમાં ગુજરાતી ગાયિકા ગીતાબેન રબારીએ વિવિધ ગીતની પ્રસ્તુતિ કરી લોકોનું મનોરંજન કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ખેલાડીઓ અને લોકો ઉપસ્થિત રહ્યાં છે. સંઘપ્રદેશ તંત્ર દ્વારા લોકો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.