નવેમ્બર 21, 2025 7:44 પી એમ(PM)

printer

કેન્દ્રશાસિત પ્રદેશ દીવ, દમણ, અને દાદરા નગર હવેલીના જિલ્લા પંચાયતના નવા ચૂંટાયેલા સભ્યોએ શપથ લીધા

કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દીવ અને દાદરાનગર હવેલીના જિલ્લા પંચાયતના નવા ચૂંટાયેલા સભ્યોએ આજે શપથ લીધા. દમણમાં PRIના સચિવ નિખિલ દેસાઇએ જિલ્લા પંચાયત ખાતે યોજાયેલ કાર્યક્રમમાં નવા 16 સભ્યોને શપથ લેવડાવ્યા હતા. આ ઉપરાંત દીવ અને દાદરા નગર હવેલીના જિલ્લા પંચાયતના સભ્યોને વિડીયો કોન્ફરન્સ દ્વારા શપથ લેવડાવ્યા હતા.
દીવમાં બૂચરવાડા અને ઝોલાવાડી ગ્રામ પંચાયતના સરપંચો અને આઠ-આઠ સભ્યોએ શપથ લીધા હતા, જ્યારે જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી શિવમ મિશ્રાની ઉપસ્થિતીમાં જિલ્લા પંચાયતના આઠ સભ્યોએ પણ શપથ લીધા હતા

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.