કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં આયોજિત ખેલો ઇન્ડિયા બીચ ગૅમ્સમાં મહારાષ્ટ્રનાં દીક્ષા યાદવે ઑપન સી સ્વિમિંગમાં બે સુવર્ણ ચંદ્રક જીત્યાં છે. દીવનાં અમારા પ્રતિનિધિ ભારતી રાવલ જણાવે છે, 19 વર્ષનાં આ ખેલાડીએ આ સ્પર્ધામાં 10 અને પાંચ કિલોમીટરની સ્વિમિંગ સ્પર્ધામાં પહેલું સ્થાન મેળવી આ સિદ્ધિ હાંસલ કરી છે. જ્યારે પુરુષોની પાંચ કિલોમીટર ઑપન સી સ્વિમિંગ સ્પર્ધામાં કર્ણાટકના ધ્રુપદ રામકૃષ્ણ-એ સુવર્ણ ચંદ્રક જીત્યો.
Site Admin | મે 22, 2025 3:33 પી એમ(PM)
કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં આયોજિત ખેલો ઇન્ડિયા બીચ ગૅમ્સમાં મહારાષ્ટ્રનાં દીક્ષા યાદવે ઑપન સી સ્વિમિંગમાં બે સુવર્ણ ચંદ્રક જીત્યાં
