મે 20, 2025 9:19 એ એમ (AM)

printer

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા બીચ ખાતે ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનો પ્રારંભ

ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનો ગઈ કાલે કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા બીચ ખાતે પ્રારંભ થયો. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ એક ભવ્ય કાર્યક્રમમાં રમતોત્સવનું ઉદ્ધાટન કર્યું.
ઉદઘાટન સમારોહમાં પરંપરાગત નૃત્ય દ્વારા ભારતની ભવ્ય સંસ્કૃતિનું પ્રદર્શન કરવામાં આવ્યું. ઉદઘાટન પ્રસંગે શ્રી માંડવિયાએ જણાવ્યું કે, ભારતનાં રમતવીરોએ વૈશ્વિક સ્તરે ભારતનું નામ રોશન કર્યું છેઃ શનિવાર સુધી રમાનારી આ સ્પર્ધામાં 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં 1 હજાર 350 થી વધુ રમતવીરો ભાગ લેશે. જેમાં, બીચ સોકર, બીચ વોલીબોલ, બીચ કબડ્ડી, બીચ સેપક ટકરાવ , પેનકેક સિલાટ અને ઓપન વોટર સ્વિમિંગ.જેવી છ મેડલ ઇવેન્ટ્સમાં સ્પર્ધાઓ યોજાશે -આ ઉપરાંત, આ સ્પર્ધામાં મલખમ અને દોરડા ખેંચ જેવી પરંપરાગત રમતોને પણ સમાવવામાં આવી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.