ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 19, 2025 7:45 પી એમ(PM)

printer

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા ખાતે ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનો આજથી પ્રારંભ

ખેલો ઇન્ડિયા અંતર્ગત સૌપ્રથમ વાર યોજાઈ રહેલા ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનો આજે કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા બીચ ખાતે પ્રારંભ થયો. કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાના હસ્તે આજે દીવમાં આ રમતોનું ઉદ્ઘાટન કરાયું.
શનિવાર સુધી રમાનારી આ છ દિવસની સ્પર્ધામાં દેશભરમાંથી એક હજારથી વધુ રમતવીરો ભાગ લેશે. તેમાં બીચ સૉકર, બીચ વૉલીબૉલ, બીચ કબડ્ડી, બીચ સેપક ટકરાવ, પેનકેક સિલાટ અને ઑપન વૉટર સ્વિમિંગ જેવી છ મૅડલ ઇવેન્ટ્સમાં સ્પર્ધાઓ યોજાશે. ઉપરાંત આ સ્પર્ધામાં બે અન્ય પ્રદર્શન રમત પણ બતાવવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ