કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી નગરપાલિકા દ્વારા ‘પ્રધાનમંત્રી આવાસ યોજના”ના બીજા તબક્કા માટેની નોંધણી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. નોંધણી પ્રક્રિયા ઓફલાઈન અને ઓનલાઈન નિઃશુલ્ક કરવામાં આવશે. લાયક લાભાર્થી પોતે પણ વેબ પોર્ટલના માધ્યમથી નોંધણી કરાવી શકે છે.
પાલિકા દ્વારા કોઈ પણ ખાનગી સંસ્થા કે વ્યક્તિનેધન એકત્ર કરવા માટે અધિકૃત નથી કરવામાં આવ્યા. જેથી નાગરિકોને નગરપાલિકા કાર્યાલય બહારના અન્ય વ્યક્તિઓ દ્વારા આ વેબસાઈટ પર અરજી કરવા માટે પૈસા ન આપવા જણાવવામાં આવ્યું છે,સેલવાસ નગરપાલિકા દ્વારાઆ યોજના અંતર્ગત ઓનલાઈન આવેદન કે નોંધણી કરાવવા માટે એક હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવી છે.
Site Admin | માર્ચ 22, 2025 2:30 પી એમ(PM)
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી નગરપાલિકા દ્વારા ‘પ્રધાનમંત્રી આવાસ યોજના”ના બીજા તબક્કા માટેની નોંધણી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે
