ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 28, 2024 7:12 પી એમ(PM) | દાદરાનગર હવેલી

printer

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને આણંદ જીલ્લાના પેટલાદમાં થયેલા બે જુદા જુદા માર્ગ અકસ્માતમાં સાત વ્યક્તિઓના મોત અને 15થી વધુ વ્યક્તિઓને ઇજા થઇ છે

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને આણંદ જીલ્લાના પેટલાદમાં થયેલા બે જુદા જુદા માર્ગ અકસ્માતમાં સાત વ્યક્તિઓના મોત અને 15થી વધુ વ્યક્તિઓને ઇજા થઇ છે.
દાદરાનગર હવેલીના ખાનવેલ દૂધની રોડ પાસે આવેલા ઉપલા મેઘા ગામે કાર ચાલક સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર મોટા પથ્થર સાથે ટકરાઇ હતી અને પલટી ગઇ હતી. જેના કારણે ચાર લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા. એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો. અમારા દમણના પ્રતિનિધી પ્રદિપ ભાવસાર જણાવે છે કે, સુરતના પાંચ મિત્રો કારમાં ખાનવેલ જતાં હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકોએ કારની પેનલ કાપીને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બીજા એક બનાવમાં આણંદ જીલ્લાના પેટલાદના ધર્મજ- વડદલા નજીક આજે સવારે લક્ઝરી બસ અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યાં હતા. 15 વ્યક્તિઓને ઇજા થઇ છે.
અમારા આણંદના પ્રતિનિધી પરેશ મકવાણા જણાવે છે કે, રાજકોટથી સુરત જઇ રહેલી લક્ઝરી બસ સાથે કાર અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણેય મૃતકો રાજકોટના હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને 108 એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચીને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા હતા.