ઓક્ટોબર 22, 2024 7:10 પી એમ(PM)

printer

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ડેન્ગ્યુના કેસમાં પચાસ ટકાનો ઘટાડો..

કેન્દ્રશાસિત પ્રદેશ દમણના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળાને ડામવા માટે અસરકારક કામગીરી કરવામાં આવતાં ડેન્ગ્યુના કેસમાં પચાસ ટકાનો ઘટાડો થયો છે.. રાષ્ટ્રીયવાહક જનીત રોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ આરોગ્ય વિભાગદ્વારા જાગૃતિ કાર્યક્રમ અને તપાસ કરવામાં આવતા ડેન્ગ્યુના કેસમાં નોંધપાત્ર ઘટડોથયો છે..બિલ્ડીંગનિર્માણ,ઔદ્યોગિક એકમો, ભંગારના ગોડાઉન અને ધાર્મિક મેળાવડાઓમાંવિવિધ જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવતાં તેના સારા પરિણામો પ્રાપ્ત થયા હતા.. ફોગિંગ,પાણીમાં માછલી છોડવાનો અને કર્મચારીઓ દ્વારા સમયાંતરે તપાસ કરવામાઆવતાં તેના સારા પરિણામો સાંપડી રહ્યાં છે.આ ચોમાસામાંઅઢી લાખ જેટલા મચ્છરના પ્રજનન સ્થળોને  નષ્ટ કરવામાં આવ્ય હતા. 9000 લોકોના ચેતવણી નોટીસ અને અઢીસો જેટલા દંડ ફટકારવામાં આવ્યો હતો.. Fridayડ્રાય ડે અભિયાનમાં અનેક સોસાયટીઓમાં સ્વચ્છતા અભિયાન પણ ચલાવવામાંઆવી રહ્યું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.