ડિસેમ્બર 21, 2025 3:26 પી એમ(PM)

printer

કેન્દ્રશાસિત પ્રદેશ દમણ-દીવ, દાદરા અને નગરહવેલીમાં રાષ્ટ્રીય રોગપ્રતિરક્ષા દિવસ અંતર્ગત પલ્સ પૉલિયો રવિવારનું આયોજન કરાયું.

કેન્દ્રશાસિત પ્રદેશ દમણ-દીવ, દાદરા અને નગરહવેલીમાં રાષ્ટ્રીય રોગપ્રતિરક્ષા દિવસ અંતર્ગત પલ્સ પૉલિયો રવિવારનું આયોજન કરાયું. દરમિયાન દમણની કચ્છીગ્રામ સરકારી હૉસ્પિટલમાં પાંચ વર્ષ સુધીની બાળકોને પૉલિયોના ટીપાં પીવડાવવામાં આવ્યા.
અભિયાનને સફળ બનાવવા 300 ટુકડી અને અંદાજે એક હજાર 300 આરોગ્યકર્મીઓ સતત ત્રણ દિવસ સુધી કાર્યરત્ રહેશે તેમ સ્ટૅટ ચાઈલ્ડ ઍન્ડ ઇમ્યુનાઈઝૅશન અધિકારી ડૉક્ટર પ્રમોદ કોકારે જણાવ્યું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.