કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં આજે 65-મા મુક્તિ દિવસની ઉજવણી થઈ રહી છે. આ પ્રસંગે મોટી દમણ કલેક્ટર પરિસરમાં યોજાયેલા કાર્યક્રમમાં કલેક્ટર સૌરભ મિશ્રાએ ધ્વજવંદન કર્યું. દરમિયાન સ્વાતંત્ર્ય સેનાનીઓનું ફૂલ અને શાલ ઓઢાડી સન્માન કરાયું. કલેક્ટરે પ્રદેશના વિકાસ અંગે લોકોને માહિતી પણ આપી.
ઉલ્લેખનીય છે કે, 19 ડિસેમ્બર 1961ના રોજ દમણ પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત થયું હતું. ત્યારથી દર વર્ષે આ દિવસને દમણ મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
Site Admin | ડિસેમ્બર 19, 2025 4:42 પી એમ(PM)
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં આજે 65-મા મુક્તિ દિવસની ઉજવણી.