કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં તળાવમાં ડૂબી જતા ત્રણ બાળકોના મોત થયા છે. અમારાં પ્રતિનિધિ જણાવે છે, સાત બાળકો એન્ટિઆવાડમાં હિંગરાજ માતા મંદિર નજીકના તળાવ પાસે રમવા ગયા હતા. જ્યાં ચાર બાળકો પાણીમાં ઉતર્યા અને અચાનક ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. ત્યારે એક બાળકને રાહદારીએ બચાવી લીધો હતો. જ્યારે અન્ય બાળકોને શોધવા અગ્નિ શમન દળની ટીમે બચાવ કામગીરી શરૂ કરી. શોધખોળ દરમિયાન, ત્રણ બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આમાંથી બે બાળકો એક જ પરિવારના હતા.
Site Admin | ડિસેમ્બર 12, 2025 3:59 પી એમ(PM)
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં તળાવમાં ડૂબી જતા ત્રણ બાળકોના મોત થયા