કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં કાનૂની સેવા સત્તા મંડળ અને એડવોકેટ બાર એસોસિયેશનના સહકારથી રાષ્ટ્રીય લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું. મોટી દમણ અદાલત સંકુલમાં યોજાયેલી આ લોક અદાલતમાં પ્રિ-લીટીગેશન, ફેમિલી મેટર, સિવિલ, બેંકો, દૂરસંચાર અને નગરપાલિકા ટેક્સ સહિતના અનેક કેસ હાથ ધરવામાં આવ્યા હતા.બપોર સુધી પ્રિલીટીગેશનના કુલ 3 હજાર 864 કેસમાંથી 2 હજાર 77 કેસોનું નિરાકરણ લાવવામાં આવ્યું, જેમાં 1 કરોડ 18 લાખ રૂપિયાની રકમની વસૂલાત કરવામાં આવી.
Site Admin | માર્ચ 22, 2025 2:21 પી એમ(PM)
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં રાષ્ટ્રીય લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું
