ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 3, 2024 3:19 પી એમ(PM)

printer

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં નવરાત્રિ પર્વની ધાર્મિક ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવણી..

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં પણ નવરાત્રિ પર્વની ધાર્મિક ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આજે વહેલી સવારથી, દેશના વિવિધ ભાગોમાંથી કટરા ખાતે માતા વૈષ્ણોદેવી મંદિરમાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે અને મંદિરની પવિત્ર ગુફાની અંદર દેવી “દુર્ગા”, દેવી “મહા કાલી” અને દેવી “સરસ્વતી” ને વંદન કરી રહ્યા છે. કાશ્મીરમાં પણ આજે પ્રથમ નવરાત્રિ નિમિત્તે ભક્તો માંના દર્શન કરી રહ્યા છે.
અમારા શ્રીનગરના સંવાદદાતા જણાવી રહ્યા છે કે, “કાશ્મીર ખીણમાં, શ્રદ્ધાળુઓ આજે વહેલી સવારથી જ શ્રીનગરમાં દુર્ગાનાથ મંદિર, તુલમુલ્લા ગંદરબલ ખાતે માતા રાગ્યના મંદિર અને ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના ટીક્કર ખાતેના ખીર ભવાની મંદિરમાં દેવી દુર્ગાના રૂપમાં તેમની પ્રાર્થના કરવા માટે આવી રહ્યા છે.
આ દરમિયાન, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ એક સંદેશમાં જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશના લોકોને સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે માતા પાસે પ્રાર્થના કરી લોકોને શુભકામનાઓ પાઠવી છે.