કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે અને વિરોધ કરી રહેલા ખેડૂતોની કૂચને રોકવા પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું છે. ચંદીગઢનનાં પોલીસવડાં ગીતાંજલી ખંડેલવાલે જણાવ્યું કે, પંજાબના સંયુક્ત કિસાન મોરચાની ચંદીગઢ તરફની કૂચને ધ્યાનમાં રાખીને બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું, તમામ સ્થળોએ કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને રૂટ ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે. તેમ જ લોકોને ઓછામાં ઓછી અગવડનો સામનો કરવો પડે તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
Site Admin | માર્ચ 5, 2025 2:18 પી એમ(PM)
કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી