ડિસેમ્બર 21, 2024 6:41 પી એમ(PM)

printer

કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારે ઇશાન ભારતને વિકાસના આયોજનમાં કેન્દ્રમાં રાખ્યું હોવાથી છેલ્લા દસ વર્ષમાં અહીં ઝડપી વિકાસ નોંધાયો છે અને શાંતિની સ્થાપના પણ થઇ છે: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારે ઇશાન ભારતને વિકાસના આયોજનમાં કેન્દ્રમાં રાખ્યું હોવાથી છેલ્લા દસ વર્ષમાં અહીં ઝડપી વિકાસ નોંધાયો છે અને શાંતિની સ્થાપના પણ થઇ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ત્રિપુરાના અગરતલામાં યોજાયેલી ઇશાન ભારત પરિષદની બેઠકમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે ઇશાન ભારતને વિકાસ ક્ષેત્રે ભારતના અન્ય પ્રાંતો સમકક્ષ લાવવા નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની ભાજપ સરકારે લીધેલા પગલાંઓની વિગત આપી હતી.
આ પ્રસંગે ઇશાન ભારતના વિકાસ વિભાગના મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની અસરકારક નિતીના કારણે ઇશાન ભારતના કેટલાક વિસ્તારોમાં હિંસા અને ઉગ્રવાદની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.