કેન્દ્રની એનડીએ સરકાર અને આસામની રાજ્ય સરકાર બોડો સમુદાયની આશા આકાંક્ષાઓ પરિપૂર્ણ કરીને તેમને અધિકાર સંપન્ન બનાવવા અથાક પ્રયાસ કરી રહી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડીયા ઉપર જણાવ્યું છે કે આ પ્રયાસો વધુ સઘન બનાવવામાં આવશે. આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ આસામ વિધાનસભાના કોકરાઝાર ખાતેના એક દિવસીય સત્રને લગતી સોશિયલ મીડીયા ઉપર કરેલી પોસ્ટના પ્રતિભાવમાં પ્રધાનમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ સોમવારે આસામના કોકરાઝારમાં વિધાનસભાનું એક દિવસીય સત્ર યોજાશે.
Site Admin | ફેબ્રુવારી 15, 2025 7:56 પી એમ(PM)
કેન્દ્રની એનડીએ સરકાર અને આસામની રાજ્ય સરકાર બોડો સમુદાયની આશા આકાંક્ષાઓ પરિપૂર્ણ કરીને તેમને અધિકાર સંપન્ન બનાવવા અથાક પ્રયાસ કરી રહી છે
