કેન્દ્રએ કહ્યું છે કે વકફ એસેટ મેનેજમેન્ટ સિસ્ટમ ઓફ ઈન્ડિયા (WAMSI) દેશમાં જંગમ અને સ્થાવર વકફ મિલકતોનો ડેટા એકત્રિત કરવા માટે વિકસાવવામાં આવશે. પોર્ટલશરૂ કરવામાં આવ્યું છે. આજે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં કેન્દ્રીયલઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ માહિતી આપી હતી કે અત્યાર સુધીમાં સંબંધિતરાજ્ય વક્ફ બોર્ડ દ્વારા આઠ લાખ 72 હજારથી વધુ સ્થાવર અને 16 હજાર સાતસો 13 જંગમમિલકતો ભારતીય વકફ સંપતિ વ્યવસ્થાપન પોર્ટલ પર હસ્તાંતરીત કરવામાં આવી છે. વકફસંપતિ વ્યવસ્થાપન પોર્ટલ નોંધાયેલ છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 994 વક્ફસંપત્તિની માલિકી અન્ય પક્ષોને હસ્તાંતરીત અથવા અલગ કરી દેવામાં આવી છે. તેમણેકહ્યું કે વકફ એક્ટ 1954ની કલમ 32 અને ત્યારપછીના વકફ એક્ટ 1995 મુજબ, રાજ્યમાંતમામ વકફ સંપતિ વ્યવસ્થાપન અને સામાન્ય સુપરિન્ટેન્ડન્સ રાજ્ય વકફ બોર્ડ પાસે છે.
Site Admin | ડિસેમ્બર 9, 2024 7:51 પી એમ(PM)
કેન્દ્રએ કહ્યું છે કે વકફ એસેટ મેનેજમેન્ટ સિસ્ટમ ઓફ ઈન્ડિયા (WAMSI) દેશમાં જંગમ અને સ્થાવર વકફ મિલકતોનો ડેટા એકત્રિત કરવા માટે વિકસાવવામાં આવશે
