કેનેડિયન અને મેક્સીકન ઉત્પાદનો પર ટેરિફ યોજના મુજબ જ લાગુ કરવામાં આવશે તેવી અમેરિકના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે પુષ્ટી કરી છે. શ્રી ટ્રમ્પે ગઈકાલે વ્હાઇટ હાઉસમાં પત્રકારોને જણાવ્યું કે, આજથી કેનેડા અને મેક્સિકો પર 25 ટકા ટેરિફ લાગુ થશે જ. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું કે, વેપાર વાટાઘાટો અંગે મેક્સિકો કે કેનેડા માટે કોઈ વિકલ્પ રહ્યો નથી.આ જાહેરાત બાદ અમેરિકન શેરબજારોમાં કડાકો થયો હતો. આ ટેરિફના અમલની મહિનાઓથી શક્યતા જોવાઇ રહી હતી, પરંતુ હવે સત્તાવાર રીતે આજથી તેનો અમલ શરૂ થઈ રહ્યો છે. આ ઉપરાંત, ચીનથી આવતા માલ પર 10 ટકા ટેક્સ પણ ટૂંક સમયમાં લાગુ થઇ શકે છે. ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલા ટેરિફનો કેનેડા અને મેક્સિકો સતત વિરોધ કરી રહ્યું છે.
Site Admin | માર્ચ 4, 2025 9:29 એ એમ (AM)
કેનેડિયન અને મેક્સીકન ઉત્પાદનો પર આજથી ટેરિફનો અમલ શરૂ થશે.
