અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમણે કેનેડા સાથે વેપાર વાટાઘાટો સમાપ્ત કરી દીધી છે અને ટૂંક સમયમાં કેનેડા માટે નવા ટેરિફ દરની જાહેરાત કરશે. તેમણે સોશિયલ મીડિયામાં જણાવ્યું કે આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે બંને પડોશી દેશો જુલાઈના મધ્ય સુધીમાં વેપાર કરાર પર સંમત થવા માટે કામ કરી રહ્યા હતા. શ્રી ટ્રમ્પે વર્ષની શરૂઆતમાં આર્થિક શક્તિનો ઉપયોગ કરીને કેનેડાને અમેરિકામાં મર્જ કરવાની ધમકી આપ્યા બાદ બંને દેશોએ એકબીજાના માલ પર આયાત કર-ટેરિફ લાદ્યા છે. ગયા વર્ષે કાયદો અમલમાં આવ્યો ત્યારથી કેનેડાનો 3 ટકા ડિજિટલ સર્વિસ ટેક્સ અમેરિકા સાથેના તેના સંબંધોમાં અવરોધ ઊભો કરી રહ્યો છે. આ ટેક્સ સોમવારથી અમલમાં આવવાનો છે અને 2022 થી માન્ય રહેશે. અમેરિકન રાષ્ટ્રપ્રમુખએ કહ્યું કે કેનેડા દ્વારા ટેકનિકલ કંપનીઓ પર લાદવામાં આવેલા અતિશય ડિજિટલ સર્વિસ ટેક્સને કારણે તેઓ વાટાઘાટો સમાપ્ત કરી રહ્યા છે.
Site Admin | જૂન 28, 2025 8:47 એ એમ (AM)
કેનેડા સાથે વેપાર વાટાઘાટો સમાપ્ત કરી અને ટૂંક સમયમાં કેનેડા માટે નવા ટેરિફ દરની જાહેરાત કરશે: રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ