કેનેડાના વિનિપેગમાં આયોજિત વિશ્વ યુવા તીરંદાજી ચેમ્પિયનશિપમાં અઢાર વર્ષથી ઓછી વય વિભાગમાં વ્યક્તિગત સ્પર્ધામાં ભારતની શર્વરી સોમનાથ શિંદેએ સુવર્ણ ચંદ્રક જીત્યો છે.શર્વરીએ રોમાંચક ફાઇનલમાં દક્ષિણ કોરિયાની કિમ યેવોનને ૬-૫થી હરાવી હતી. શર્વરી શિંદે આ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતનાર બીજી ભારતીય મહિલા છે.
Site Admin | ઓગસ્ટ 25, 2025 7:38 એ એમ (AM)
કેનેડામાં વિશ્વ યુવા તીરંદાજી ચેમ્પિયનશિપમાં ભારતની શર્વરી સોમનાથ શિંદેએ સુવર્ણ ચંદ્રક જીત્યો
