કેનેડામાં માર્ક કાર્નેના નેતૃત્વવાળી લિબરલ પાર્ટીએ ચૂંટણીમાં વિજય મેળવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માર્ક કાર્નેને કેનેડાના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા અને લિબરલ પાર્ટીની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે ભારત અને કેનેડા સામાન્ય લોકશાહી મૂલ્યો, કાયદાના શાસન પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા અને લોકો વચ્ચે જીવંત સંબંધોથી બંધાયેલા છે.
Site Admin | એપ્રિલ 29, 2025 8:10 પી એમ(PM)
કેનેડામાં માર્ક કાર્નેના નેતૃત્વવાળી લિબરલ પાર્ટીએ ચૂંટણીમાં વિજય મેળવ્યો
