માર્ક કાર્નીની લિબરલ પાર્ટી કેનેડિયન ચૂંટણી જીતવા તરફ અગ્રેસર થઇ રહી છે.. તાજા વલણો અનુસાર, લિબરલ પાર્ટી હાલમાં 167 બેઠકો પર આગળ છે, જ્યારે પિયર પોઇલીવ્રેના નેતૃત્વ હેઠળની કન્ઝર્વેટિવ પાર્ટી ૧૪૫ બેઠકો પર આગળ છે. બહુમતી સરકાર મેળવવા માટે, પક્ષે 343 બેઠકોમાંથી ઓછામાં ઓછી 172 બેઠકો જીતવી આવશ્યક છે.
પાર્ટી સમર્થકોને સંબોધતા, કાર્નેએ કેનેડિયનોને મજબૂત અને મુક્ત કેનેડા બનાવવા માટે પરિવર્તનકારી પગલાં માટે તૈયાર રહેવા વિનંતી કરી. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ કેનેડાને તોડવાનો પ્રયાસ કરીને પોતાના કબજામાં લેવાના પ્રયાસ કરી રહ્યું છે પરંતુ તે ક્યારેય સફળ થશે નહીં
Site Admin | એપ્રિલ 29, 2025 1:24 પી એમ(PM)
કેનેડાની યોજાયેલી ચૂંટણીમાં માર્ક કાર્નીના નેતૃત્વ હેઠળની લિબરલ પાર્ટી બહુમતી તરફ અગ્રેસર
