કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ જાહેરાત કરી કે, કેનેડા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ કરાયેલા વેપાર યુદ્ધથી પીછેહઠ નહીં કરે. પત્રકાર પરિષદને સંબોધતા શ્રી ટ્રૂડોએ ટેરિફના વાજબીપણાને નકારી કાઢ્યા અને તેને નજીકના સહયોગી તરફથી કેનેડા સામેનું વેપાર યુદ્ધ ગણાવ્યું.કૅનેડાએ અમેરિકાની વસ્તુઓ પર શરૂઆતમાં 30 અબજ કેનેડિયન ડૉલરની જકાત લગાવી છે. આ સાથે જ 21 દિવસમાં 125 અબજ કેનેડિયન ડૉલર હજી વધારવાનો વાયદો કર્યો છે. તેમણે ચેતવણી આપી કે, અમેરિકા ટૂંક સમયમાં તેની અસરનો અનુભવ કરશે.
Site Admin | માર્ચ 5, 2025 9:43 એ એમ (AM)
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ જાહેરાત કરી કે, કેનેડા અમેરિકા દ્વારા શરૂ કરાયેલા વેપાર યુદ્ધથી પીછેહઠ નહીં કરે.
