ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 13, 2025 7:46 પી એમ(PM)

printer

કેનેડાનાં વિદેશ મંત્રી અનિતા આનંદે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી

કેનેડાનાં વિદેશ મંત્રી અનિતા આનંદે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. શ્રી મોદીએ તેમનું સ્વાગત કર્યું અને કહ્યું, તેમનો પ્રવાસ ભારત અને કેનેડા દ્વિપક્ષીય ભાગીદારીને નવી ગતિ આપવા ચાલી રહેલા પ્રયાસમાં યોગદાન આપશે.
પ્રધાનમંત્રીએ આ વર્ષે જૂનમાં જી—સાત શિખર સંમેલન માટે પોતાના પ્રવાસને યાદ કર્યો. તે દરમિયાન તેમણે પ્રધાનમંત્રી માર્ક કાર્ની સાથે ઘણી મહત્વની બેઠક યોજી હતી. શ્રી મોદીએ વેપાર, ઊર્જા, ટેક્નોલૉજી, ખેતી અને લોકો વચ્ચે સંબંધમાં બંને દેશના વધતા સહકારના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો. શ્રી મોદીએ શ્રી કાર્નીને હાર્દિક શુભેચ્છાઓ પાઠવતા કહ્યું, તેઓ તેમના આગામી કાર્યક્રમની રાહ જોઈ રહ્યા છે.