રાજ્યમાં જળાશય, કેનાલ, તળાવના નિર્માણ-સમારકામ તેમજ ‘કેચ ધ રેઇન’ અભિયાન અંતર્ગત 18 કરોડ રૂપિયાથી વધુની કિંમતના 122 વાહનોને જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાએ ગાંધીનગરથી લીલીઝંડી આપી. આ પ્રસંગે શ્રી બાવળીયાએ જણાવ્યું હતું કે, આ વાહનો દ્વારા વાર્ષિક અંદાજે 70 લાખ ઘન મીટરથી વધુ માટીકામ તેમજ હયાત કેનાલ, ડેમના પાળાપર પર ઉગી નીકળેલ નડતર રૂપ ઝાડી-ઝાખરા તેમજ નકામી વનસ્પતિને દૂર કરવાની કામગીરી કરાશે. આ કામગીરીથી જળાશય સલામતીમાં વધારો થશે અને ગામ તળાવોની જળ સંગ્રહ શકિત વધશે.
Site Admin | જૂન 23, 2025 2:39 પી એમ(PM)
‘કેચ ધ રેઇન’ અભિયાન અંતર્ગત 18 કરોડ રૂપિયાથી વધુની કિંમતના 122 વાહનોને જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાએ ગાંધીનગરથી લીલીઝંડી આપી