જૂન 28, 2025 2:08 પી એમ(PM)

printer

કૃષિ હેતુઓ માટે પાણીના ઉપયોગ પર કર લાદવાની યોજના બનાવાઇ રહી હોવાની વહેતી થયેલી વાતને સરકારે ફગાવી

કૃષિ હેતુઓ માટે પાણીના ઉપયોગ પર કર લાદવાની યોજના બનાવાઇ રહી હોવાની વાતને સરકારે ફગાવી દીધી છે. જળ શક્તિ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે નવી યોજના-“કમાન્ડ એરિયા ડેવલપમેન્ટ અને વોટર મેનેજમેન્ટનું આધુનિકીકરણ” હેઠળ કરવેરા સંબંધિત અફવાઓ પાયાવિહોણી અને ખોટી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કોઈ જોગવાઈ નથી, કે સરકાર તરફથી કોઈ નિર્દેશ નથી કે, પાણીના ઉપયોગ માટે ખેડૂતો પર વપરાશકર્તા શુલ્ક લાદવામાં આવે.