ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કૃષિ સંલગ્ન ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધુ ગાઢ બનાવવા માટેની પરિષદ લેવલની 5મી બેઠક ગઈકાલે યોજાઈ.આ બેઠક દરમિયાન, બંને પક્ષોએ ભારતીય અને દક્ષિણ આફ્રિકાની કૃષિ સંશોધન પરિષદ વચ્ચે સહયોગને વધુ ગાઢ બનાવવા અંગે ચર્ચા કરી. આ બેઠકની સહ-અધ્યક્ષતા કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના સંયુક્ત સચિવ અજિત કુમાર સાહુ અને દક્ષિણ આફ્રિકાના આંતરરાષ્ટ્રીય વેપાર પ્રમોશનના કાર્યકારી નિર્દેશક થપ્સાના મોલેપોએ કરી હતી.આ બેઠકનો મુખ્ય ઉદેશ્ય વિવિધ જેમાં કે જ્ઞાન-વિજ્ઞાન ક્ષેત્રે ટેકનોલોજીની સંયુક્ત સંશોધન પહેલ, ક્ષમતા નિર્માણ અને તેના બજાર અંગેના વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
Site Admin | ઓગસ્ટ 27, 2025 8:56 એ એમ (AM)
કૃષિ સંલગ્ન ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધુ ગાઢ બનાવવા ભારત અને દક્ષિણ આફ્રિકાનો નિર્ણય
