કૃષિ યાંત્રિકીકરણ યોજનાના લાભાર્થીને નવા જીએસટી દરનો લાભ આપવા ટ્રેક્ટર સહિતના ખેત સાધનોની ખરીદી માટેની સમયમર્યાદા લંબાવાઈ છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે આજે વિધાનસભામાં જણાવ્યુ કે ખરીદીની સમયમર્યાદા નવા દરના અમલથી આગામી ૩૦ દિવસ સુધી રહેશે. આ નિર્ણયથી રાજ્યના અંદાજે એક લાખ ખેડૂતોને મહત્તમ 35 થી 45 હજાર રૂપિયાનો લાભ થશે. તેમણે ઉમેર્યું કે કૃષિ યાંત્રિકીકરણ સાધનો તેમજ સૂક્ષ્મ પિયત પદ્ધતિના સાધનો પરના 12 ટકા જીએસટીને ઘટાડીને 5 ટકા કરાયો છે. જેના કારણે કૃષિ ઓજારો અને સિંચાઈના સાધનોના ભાવોમાં ઘટાડો થશે.
Site Admin | સપ્ટેમ્બર 10, 2025 3:16 પી એમ(PM)
કૃષિ યાંત્રિકીકરણ યોજનાના લાભાર્થીને નવા જીએસટી દરનો લાભ આપવા ટ્રેક્ટર સહિતના ખેત સાધનોની ખરીદી માટેની સમયમર્યાદા લંબાવાઈ